અમરેલી

સાવરકુંડલા નાગરિક સહકારી બેંક ખાતેદારોનાં હિત માટે સદાય કાર્યરત બેંક..સિનિયર સિટીઝનનાં હિતોનું રક્ષણ કરવા સતત પ્રતિબદ્ધ

સાવરકુંડલા શહેરમાં વર્ષોથી કાર્યરત સાવરકુંડલા નાગરિક સહકારી બેંકનો અનોખો અભિગમ.. જો કોઈ ખાતેદાર બિમાર કે અશક્ત હોય તો ખુદ બેંકનાં કર્મચારીઓ તેમનાં ઘરે જઈને તેનું બેંકીંગને લગતું કોઈ પણ કામ પૈસા લેવા દેવા ડિપોઝીટ જમા કરાવવી કે ડીપોઝીટ ઉપાડવી વગરે બેંકને સંલગ્ન કોઈ પણ કામગીરી બેંકે આવ્યા વગર કે બેંકના દાદરા ચડ્યા વગર બેંકનાં ડીરેકટરોનાં માર્ગદર્શન હેઠળ કર્મચારી ગણ બેંક ખાતેદારોનાં કાર્યો પોતે રૂબરૂ ખાતેદારોનાં ઘરે જઈને કરતાં જોવા મળે છે. આમ પણ સાવરકુંડલા નાગરિક સહકારી બેંક એટલે વર્ષોથી લલ્લુભાઈ શેઠનાં વિચારોને વરેલી બેંક ગણાય છે. આમ તો આ તાજેતરનું સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટ બિનહરીફ નિયુકત થયું તે પણ એક ઐતિહાસિક ઘટના જ ગણાય સાવરકુંડલા શહેરનાં સેવાભાવી નાગરિક સહકારી બેંકનાં ડીરેકટરો પ્રવિણભાઈ સાવજ, પરાગભાઈ ત્રિવેદી સમેત  બોર્ડનાં તમામ ડીરેકટરો અને કર્મચારી ગણ બેંકની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને બેંક ખાતેદારોનાં હિતોનું રક્ષણ પણ કરતાં જોવા મળે છે. આ સંદર્ભે સિનિયર સિટીઝન સંગઠન વતી હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ આ બેંકમાં સિનિયર સિટીઝન માટે અગ્રતા આપવામાં આવશે તેવું દિશાનિર્દેશન બોર્ડ લગાવવા વિનંતી કરી હતી અને એનું અમલીકરણ પણ ખૂબ જ ટૂંકા સમયમાં કરવામાં આવેલ તે બદલ સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલા નાગરિક સહકારી બેંકનું આભારી રહેશે અને આ સંદર્ભે બેંકનાં ચેરમેન પ્રવિણભાઈ સાવજને રુબરૂ મળી લેખિત આભાર માન્યો હતો.. આમ સિનિયર સિટીઝન સંગઠન હવે શહેરનાં વયોવૃદ્ધનાં હિત અને તેનાં અધિકારો માટે સતત જાગૃત રહેશે..–“

બિપીન પાંધી

Related Posts