સાવરકુંડલા નાવલી નદી પર રૂપિયા ૨૫ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ અને નવીનીકરણ થશે
સાવરકુંડલા શહેરમાં નાવલી નદી પર રૂપિયા ૨૫ કરોડના ખર્ચે તૈયાર થશે અદ્યતન સુવિધા સજ્જ રીવર ફ્રન્ટ. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ સંદર્ભે અગાઉ પણ નાવલી નદીના નવીનીકરણ માટે ચૂંટણી પહેલાં જ પ્રતિબધ્ધતા દર્શાવી હતી. હવે આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરે પણ એક ડીપીઆર રીપોર્ટ તૈયાર કરી સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલ્યો છે.
જેમાં નાવલી નદીને એક મીટર ઊંડી ઉતારવી નદીની બંને બાજુ આરસીસી રીટેઈનીંગ વોલ બનાવવી, સોલાર એલઈડી સ્ટ્રીટ લાઈટ, પ્લાનટેશન, અદ્યતન લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, બેસવાની બેંચીઝ, ગજેપો, ખાણીપીણીની સ્ટોલની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ રીવર ફ્રન્ટ માટે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે નાવલી નદી પર નિર્માણ થશે તો સાવરકુંડલા શહેરીજનો માટે હરવા ફરવા અને સહેલગાહ માટે એક અનોખી ઓળખ ઊભી થશે.. લાગે છે હવે નાવલીનો ઉધ્ધાર થશે એ દિવસો ઘણા નજીક લાગે છે.
Recent Comments