સાવરકુંડલા ના ધારાસભ્યશ્રીની માનસિક સંતુલન ગુમાવી દેતા તેમની માનસિક સારવાર કરાવવા મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવીને રજૂઆત
તાજેતર માં સુરત ખાતે વતન નું જતન ના એક કાર્યક્રમ માં સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્યશ્રી માનસિક સંતુલન ગુમાવી બેઠાહતા. જેઓ દ્વારા વતન નું જતન ના જાહેર ફંક્શન માં તેઓ દ્વારા ભાષણબાજી કરતા કરતા તેઓ પોતાની માનસિક સંતુલન ગુમાવી જતા સાવરકુંડલા ની જનતાએ જે ખોબલે ખોબલે મત આપ્યા હતા તેમની હરખ માં ને હરખ માં ખેડૂતો અને આમ જનતાના પ્રશ્નો ને એક બાજુ મુકીને સાવરકુંડલા માથે જાણે આંતકવાદ સવાર થઈને બેઠો હોય તેમ છેલ્લા ૨૦ વર્ષ માં ભાજપ ના ચૂંટાયેલા હાલના સાંસદ અને ધારાસભ્યોને દિશાવહિન, અને નિષ્ફળ ગણાવ્યા છે, ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષ થી સરકાર શાસન કરી રહી છે, તેમાં ૨૦ વર્ષ ની અંદર ૧૫ વર્ષ સાંસદ તરીકે નારણભાઈ કાછડિયા શ્રી તેમજ ૧૦ વર્ષ ધારાસભ્ય તરીકે કાળુભાઈ વિરાણીશ્રી, તેમજ ૫ વર્ષ ધારાસભ્ય શ્રી અને મંત્રી તરીકે સ્વ. વી.વી. વઘાસીયાજી,અને છેલ્લા ૫ વર્ષ અમોએ પણ ધારાસભ્ય રહીને લોકસેવા કરી છે. ત્યારે આ માનસિકતા ગુમાવી બેઠેલા ધારાસભ્ય ની નજર માં સાંસદશ્રી અને અમો ધારાસભ્યોશ્રીને નિષ્ફળ અને દિશાવહીન લાગી રહ્યા છીએ ,
જોશમાં ને જોશમાં તેમના કહેવા પ્રમાણે મહુવા રોડ પર ની સંકુલ માં આંતકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં પણ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીને આ સાથે જોડીને કટાક્ષ કરીને બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે, ભાજપ સરકાર માં છેલ્લા ૨૭ વર્ષથી સરકારી સ્કુલો બંધ થઇ રહી છે, પરંતુ આવી પ્રાઈવેટ સંકુલો ચાલતી હોય , ત્યારે બંધ થતી સરકારી સ્કુલો ને પુનઃ કાર્યરત કરવાની જગ્યાએ તેમને આંતકવાદ સાથે જોડી ને બેફામ નિવેદનો કરતા હાલ નાં ધારાસભ્યશ્રી તેમની માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ ધારાસભ્યશ્રીને આપની સરકાર મારફત સારી માનસિક હોસ્પિટલ માં દાખલ કરી સારવાર આપવામાં આવે તેવું સાવરકુંડલા ના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા મુખ્ય મંત્રી શ્રી ને પત્ર પાઠવેલ છે અને અંતમાં જણાવેલ છે કે, જયારે સ્વસ્થ થઈને ધારાસભ્યશ્રી સાવરકુંડલા પરત આવે ત્યારે આવી આંતકવાદી પ્રવૃતિ જ્યાં પણ ચાલતી હોય ત્યાં અમો સાથે આવીને આવી પ્રવૃત્તિ બંધ કરવા સહકારરૂપ થઈશું અને સાવરકુંડલા માં તમામ સમાજ ને સાથે રહી ભાઈચારા અને શાંતિ સુલેહ થી રહે તેવા ભાજપ સરકાર દ્વારા પ્રત્યન કરવામાં આવે અને સાવરકુંડલા ને સલામત અને ભાઈચારા, શાંતિ અને સુલેહ થી રહે તેવી સરકાર પાસે અપેક્ષા સાથે પત્ર પાઠવીને લાગણી સાથે માંગણી વ્યક્ત કરી છે.
Recent Comments