સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશ કસવાલા ના કાર્યાલય દ્વારા જનહિત કારક સેવાઆયુષ્માન ઈ-કેવાયસી કેમ્પનું આયોજન
સાવરકુંડલા/લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશ કસવાલા ના અટલધારા કાર્યાલય ખાતે આયુષ્માન ઈ-કેવાયસી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં અરજદારો માટે રેશન કાર્ડ ઈ-કેવાયસી અને આયુષ્માન કાર્ડ માટેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.સરકાર દ્વારા આરોગ્ય સુવિધાઓ અને જરૂરિયાતમંદ લોકોને સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ અને રેશન કાર્ડમાં સુધારવા માટે આ ખાસ કેમ્પ યોજાયો હતો.ધારાસભ્ય મહેશ કસવાલા ના માર્ગદર્શન હેઠળ કાર્યાલયના કાર્યકર્તાઓએ દરેક અરજદારને તાકીદે અને સરળતાથી મદદ કરી તમામ પ્રક્રિયા પૂરી કરાવી. લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સરકારે શરૂ કરેલી આ અનોખી પહેલ થી લાભાન્વિત થયા. લોકો એ ધારાસભ્ય મહેશ કસવાલા ના પ્રયાસો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ કેમ્પ ધારાસભ્યના જનસેવાના દ્રષ્ટિકોણ અને સમાજ હિત માટેની વચનબદ્ધતા નું અનોખું ઉદાહરણ છે.
Recent Comments