અમરેલી

સાવરકુંડલા ના મીતીયાળા ગામે મચ્છુ માતાજીના નૂતન મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સાવરકુંડલા ના મીતીયાળા ગામે આવેલ મચ્છુ માતાજીના નૂતન મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થતિ રહી હતી. અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડીયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. મીતીયાળા ગામ ખાતે  સમસ્ત ભરવાડ સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમા એવા મચ્છુમાં નાં મંદિર નું નિર્માણ કાર્ય પુરૂ થતા, નવચંડી મહાયજ્ઞનું આયોજન તેમજ માં ભગવતીના દર્શન તેમજ પ્રસાદ નું સમસ્ત મીતીયાળા ગામ માટે આયોજન કરીને એકતાનું ઉમદા ઉદાહરણ મીતીયાળા ગામ બન્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના દિવસે સાંજના સમયે ડાક ડમરુ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞના આચાર્ય  દિનકરદાદા (દીનુદાદા) – સાકરપરા – મચ્છુ માતાજીના ભુવા ચકુરભાઇ ગોવિંદભાઇ (માંડળ) હાજર રહ્યા હતા. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મહેમાનોમાં સાંસદ નારણ કાછડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts