fbpx
અમરેલી

સાવરકુંડલા ના વજલપરા ના રહેણાંક મકાનમાંગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી… સદનસીબે જાનહાની ટળી

સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતા વિકરાળ આગ લાગી હતી. આ મકાનના માલિક નટુભાઈ કાલાવાડિયા એ આ ઘટના અંગે નગરપાલિકા ને તુરંત જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ ની ટીમ પણ તાત્કાલિક આવી જતાં વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને એકાદ કલાક ની જહેમત બાદ આગને કાબૂમાં આવી હતી. આ મકાન લાકડા અને વિલાયતી નળિયાં નું હોય કાટમાળ ને મોટું નુકસાન થયું હતું ઉપરાંત ઘરવખરી ને પણ મોટે પાયે નુકસાન થયું હતું. સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.આગ બુઝાવવા માં નગરપાલિકાની ટીમના સભ્યો ભાવેશભાઈ કવા અને ભુપતભાઈ પાનસુરીયા બળવંતભાઈ મહેતા સહિતના સામાજિક આગેવાનોએ ખાસ સહમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts