સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ અને ભોજનાલય માં ૨૨ ડબ્બા તેલ નું અનુદાન આપવામાં આવ્યું.
સાવરકુંડલા ખાતે છેલ્લા સાત વર્ષ થી ચાલી રહેલ નિઃશુલ્ક હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સાથે રહેલા સગા સંબંધી ઓને નાસ્તો અને બંને ટાઈમ ભોજન ની સેવા આપવામાં આવી રહી છે જેમાં અલ્પેશભાઈ ગાંધી મુંબઈ, નરસિંહભાઈ ડોબરીયા મુંબઈ, અતુલભાઈ રાદડીયા અમેરિકા, જગદીશભાઈ સાપરા સુરત, સતિષભાઈ માટલીયા સાવરકુંડલા હાલ આણંદ દ્વારા શુધ્ધ સીંગતેલ ના બાવીસ ડબ્બા તેલ નું અનુદાન સેવાભાવી અને ગૌસેવક જયેશભાઈ માટલીયા ની પ્રેરણા આપવામાં આવ્યા હતા આ તકે આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ ના સુપરવાઈઝર રાજુભાઈ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments