fbpx
અમરેલી

સાવરકુંડલા નેસડી રોડ નગરપાલિકા પાણીના ટાંકા પાસેના ઢાળ પર એ વળાંક પૂરતી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છે છે

સાવરકુંડલા શહેરમાં નેસડી સાવરકુંડલા રોડ સાનિધ્ય સ્કૂલ પાસેથી પસાર થતા વળાંકના ઢાળને સરળ અને સુલભ બનાવવા માટે તત્કાલીન ધારાસભ્ય સ્વ. વી. વી. વઘાસીયા દ્વારા સરકારમાં રજૂઆત કરી અને ગૌશાળા ઢાળ અને આ નેસડી સાવરકુંડલા સાનિધ્ય સ્કૂલ એટલે કે નગરપાલિકાની પાણીની ટાંકા પાસેથી પસાર થતો એ ખૂબ ઉંચા ચડાણને લગભગ પંદરેક ફૂટ નીચો ઉતારવામાં આજથી ઘણા વર્ષો પહેલાં તત્કાલીન સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય સ્વ. વી. વી. વઘાસીયાનું ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. એ પહેલાં તો આ ઢાળના ચડાણ ખૂબ કપરાં અને જોખમી હતાં આ રસ્તા પરથી આ ઢાળ પરથી પસાર થતા અનેક વાહનો કપરાં ચડાણને લીધે પાછા પડતાં અને ઘણીવખત રિવર્સમાં પાછા પડવાને કારણે બે વાર તો રહેઠાણ મકાનની દિવાલ તોડી અંદર ઘૂસી ગયેલાં અહીં વેપાર કરતાં દુકાનદારો પણ ટ્રક જેવા ભારે વાહનો પસાર થતાં ત્યારે ભયના ઓથાર હેઠળ ફફડતાં પણ જોવા મળતાં આ ચડાણને કાપવા માટે તે સમયે અદ્યતન મશીનરી દ્વારા તે સમયનાં નગરપાલિકા પ્રમુખ ડી. કે પટેલે અંગત રસ લઇને સાવરકુંડલા શહેરના ગૌશાળા અને આ ચલાલા નેસડી વાળો નગરપાલિકાના પાણીના ટાંકા પાસેના ઢાળને તત્કાલીન ધારાસભ્ય સ્વ. વી. વી વઘાસીયાએ રાજ્ય સરકારમાંથી ત્રીસેક લાખ જેવી રકમ ફાળવી અને આ રસ્તાને વાહનચાલકો અને રાહદારીઓ માટે સુગમ અને સરળ બનાવ્યો હતો. હાલ આ વળાંક પરથી ખૂબ સરળતાથી વાહનો અવરજવર કરે છે તેનો યશ પણ તત્કાલીન સત્તાધીશોને જાય છે. જો કે આ વળાંક પર રાત્રિના સમયે જાહેર  લાઈટનું પ્રમાણ નહિવત  હોવાથી અંધકાર પ્રવર્તે છે. આ વિસ્તારમાંથી રાત્રિના સમયે પસાર થવા માટે પર્યાપ્ત માત્રામાં રોશની કરવામાં આવે તો અહીંથી પસાર થતા રાહદારીઓને રાહત મળે. તો સંલગ્ન તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Follow Me:

Related Posts