અમરેલી

સાવરકુંડલા નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

આજરોજ વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે અહીં સાવરકુંડલા શહેર ખાતે પણ સાવરકુંડલા નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શહેર તેમજ તાલુકામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે નોર્મલ રેન્જ સાવરકુંડલા, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.. સાવરકુંડલામાં આવેલ બંને ઘાસના ગોડાઉન, બાઢડા ગામે આવેલ ઘાસ ગોડાઉન તથા ધજડી માતાજી મંદિર તથા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું

આમ પર્યાવરણ બચાવનો શ્રેષ્ઠ વિકલ્પ વૃક્ષારોપણ છે એ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ. બદલતાં ક્લાઈમેટ ચેન્જ અને અણધારી કુદરતી આફતોથી બચવા માટે હવે કુદરત તરફ પરત ફરવાનો સમય પણ આવી ચૂક્યો છે એ વાત જનજન સુધી પહોંચાડવા માટે હવે તમામે સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો પડશે. પર્યાવરણની જાળવણી માટે સતર્કતા ઝૂંબેશને પણ હવે વધુ વેગ આપવો પડશે.. આજે નહીં તો ક્યારેય નહીં એ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિનું જતન કરવા માટે સાચી  સમજ કેળવવી પડશે.

Follow Me:

Related Posts