ર થી ૮ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ધારી ગીર પૂર્વના ડી. સી. એફ રાજદિપસિંહ ઝાલા તેમજ સાવરકુંડલા નોર્મલ રેન્જ આર.એફ.ઓ પી.એન. ચાંદુ ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકાની છેવાડાની ગ્રામ્ય વિસ્તારની હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાઓમાં તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સાવરકુંડલા પે.સેન્ટર શાળા નંબર એકમાં કરવામાં આવી હતી. આ વખતે વન્યપ્રાણી સપ્તાહની થીમ હતી “વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી”
વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી માં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વાઈલ્ડ લાઈફ ક્વિઝ વગેરે સ્પર્ધાઓમાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને સાવરકુંડલા નોર્મલ રેન્જ વન વિભાગ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓની ઉપયોગીતા અને વન્યજીવોનું જતન બાબતે સમજૂતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં માનવ મંદિર ના ભક્તિરામ બાપુ, ધુણેશ્વર ભારતી બાપુ, નિવૃત નાયબ વન સંરક્ષક, પર્યાવરણવિદ મંગળુભાઈ ખુમાણ, હાજી દિલાવર ખાન પઠાણ, પત્રકારો, આર.એફ.ઓ પી.એન. ચાંદુ, તાલુકા શાળા આચાર્ય મહેશભાઈ જાદવ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા ના પ્રમુખ પ્રિયાંકભાઈ પાધી તથા ટીમ અને સાવરકુંડલા નોર્મલ રેન્જ વન વિભાગનો તમામ સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
Recent Comments