અમરેલી

સાવરકુંડલા પંથકના ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાના સુપુત્ર રવિભાઈના જન્મદિવસની વડોદરા મુકામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા પંથકના ભામાશા તરીકે જાણીતા અને કોરોનાની વૈશ્વિક મહામારી હોય કે વાવાઝોડું હોય કે કુદરતી કોઈપણ આફત હોય સદાય સેવામાં તત્પર એવા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાના સુપુત્ર શ્રી રવિભાઈ પાનસુરીયાના જન્મદિવસની વડોદરા મુકામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી એસ.પી ગ્રુપ વડોદરા દ્વારા કન્ટ્રક્શનની અંદર કામ કરતા મજૂરોને ભોજન કરાવી અને આવા શ્રમયોગીઓ સાથે ભોજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. લોકસેવા જનસેવા જેમના લોહીમાં જ છે તેવા સુરેશ પાનસુરીયાના સુપુત્ર શ્રી રવિ પાનસુરીયાના જન્મદિવસે પણ લોક સેવાના કાર્યો કરી શ્રમયોગીઓને ભોજન કરાવી અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

Related Posts