સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદથી અનેક ચેકડેમો ઓવરફલો થયા
સાવરકુંડલા તેમજ ઉપરવાસમાં આજે પડેલ ભારે વરસાદથી અનેક ચેકડેમ ઓવરફલો થયા તો નાવલી નદીમાં પણ પુર આવ્યું હતું.
સાવરકુંડલામાં બપોરે એકાદ ઈંચ વરસાદ તો ધજડી, ધજડીપરા,બોઘરીયાણી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયાના વાવડ મળે છે. તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક આવેલ ચેકડેમ ઓવરફલો થયાની સાથે નાનીધારી, ગઢીયા (વીરપુર), ઈંગોરાળા, રૂગનાથપુર, હાથસણીમાં વરસાદ પડતા હાથસણી ડેમના ર દરવાજા ખોલવામાં આવ્યા હતા. વરસાદથી અસહય બફારાથી જનતાનો છૂટકારો થયો હતો.
ચલાલા-ગોપાલગ્રામ માર્ગ બંધ : આજે સાવરકુંડલામાં બપોરે અડધાથી એક ઈંચ વરસાદ આવ્યો. ઉપરવાસ, ધજડી, ધજડીપરા, બોઘરીયાણી આસપાસ વિસ્તારોમાં સારો વરસાદના લીધે ચેક ડેમ ઓવરફલો થયો. ઉપરવાસ સારો વરસાદના લીધે સાવરકુંડલાની નાવલી નદીમાં પાણી આવ્યા. સાવરકુંડલા તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક આવેલ ચેક ડેમ ઓવરફલો. આજે સાવરકુંડલામાં બપોરે અડધો ઈંચ વરસાદ આવ્યો. ઉપરવાસ, ધજડી, ધજડીપરા, બોઘરીયાણી આસપાસ વિસ્તારમાં સારા વરસાદને લીધે ચેક ડેમ ઓવરફલો થયો.
સાવરકુંડલાના હાથસણી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. હાથસણી ડેમમાં કયાંથી પાણી આવે છે ? નાની ધારી, ગઢીયા (વીરપુર), ગીર વિસ્તાર, ઈંગોરાળા, રૂગનાથપુર, હાથસણીમાં સારો વરસાદ હોવાથી હાથસણી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા. હજી હાથસણી ડેમમાં ઓવરફલો થયેલ પાણી શેલ નદીમાં ભળે છે
Recent Comments