fbpx
અમરેલી

સાવરકુંડલા પત્રકારના આગણે લગ્ન પર્સગે ઉપસ્થિત રહેતા કેન્દ્રિય મંત્રી અને ઈફકોના ચેરમેન

સામાન્ય રીતે રાજકીય નેતાઓ ઘમંડી હોવાનો ભ્રમ દરેકના માનસપટ પર છવાયેલો છે પણ રાજકીય નેતાઓમાં પણ કોમળતા, સૌમ્યતા ને સંબંધો નિભવવાની અનેરી આવડતનો અનેરો સંયોગ કેન્દ્રીય મંત્રી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ પૂરો પાડીને નવતર ચિલ્લો ચિતર્યો હતોઆંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલ બીબીસી ન્યુઝ સાથે સંકળાયેલા સાવરકુંડલાના પત્રકાર ફારૂક કાદરીના ભત્રીજા-ભત્રીજીના આગામી 20 અને 21 જાન્યુઆરીના મેરેજ પ્રસંગના નિમંત્રણ કાર્ડ સ્વીકારવા ખુદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાવરકુંડલા પધાર્યા હતા જ્યારે કેન્દ્રીય મંત્રીની ઓળખ ભાજપમાં એક કડક નેતાઓમાં થાય છે ને તડ ને ફડ કરવામાં માહિર ગુજરાત રાજ્યના રાજકીય ચાણક્ય પુરુષોત્તમભાઈ રૂપાલા ફારૂક કાદરી સાથેના સ્નેહના સંબંધ ને કારણે ફારૂક કાદરીના ભત્રીજા-ભત્રીજીના લગ્નનું નિમંત્રણ કાર્ડ સહર્ષ મુન્નાભાઈ કાદરી અને મહેબૂબ કાદરીના વરદહસ્તે સ્વીકાર્યું હતું તે પ્રસંગે અમરેલી જિલ્લામાં પાયાના પથ્થર સમાન પૂર્વ કાયદા મંત્રી અને હાલના ગુજકોમાસોલના ચેરમને દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરડેરીના ચેરમને અશ્વિનભાઈ સાવલિયા નિમંત્રણ કાર્ડ સ્વીકારવા સાવરકુંડલાના આંગણે ફારૂક કાદરીને ત્યાં પધાર્યા હતા  દીકરા નૌશાદ કાદરી,દીકરી નગમાબાનું, અને નાઝીમાંબાનું રહીમભાઈ કાદરીને આશીર્વચન પાઠવેલ હતા.

Follow Me:

Related Posts