ધૂળ મુક્ત સાવર કુંડલા સ્વચ્છ સાવરકુંડલાની નેમ સાથે ભાજપ શાસિત પાલિકા દ્વારા સ્વચ્છ સાવરકુંડલા બનાવવાના પ્રથમ અધ્યાયનો પ્રારંભ સાવરકુંડલા શહેરને નંદનવન સમું બનાવવાના સ્વચ્છતા અભિયાને વેગવાન બનાવવાના નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની ઝૂંબેશને લોકો દ્વારા મળી રહેલો પ્રતિસાદ. સાવરકુંડલા શહેરને નંદનવન બનાવવા સૌથી જરૂરી હોય તો ગંદકીને નેસ્ત નાબૂદ કરીને સ્વચ્છ સાવરકુંડલા બનવવાના અડગ ધ્યેય સાથે સાવરકુંડલા પાલિકાના નવ નિયુક્ત સતાધીશોએ કમર કસી છે
સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળા દ્વારા સાવરકુંડલા ને સુંદર અને રળિયામણું બનાવવા સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવીને માત્ર સાવરકુંડલા શહેરને પછાતપણાના લેબલમાંથી મુક્ત કરવા હામ ભીડી હોય ત્યારે ધારાસભ્ય કસવાળાના સીધા માર્ગદર્શન તળે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ અને સેનીટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયા સહિતના ચૂંટાયેલા તમામ પાલિકાના સદસ્યો દ્વારા સાવરકુંડલા શહેરના નગરપાલિકામાં આવતા દરેક વોર્ડ વાઈજ્ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
આજે મહુવા રોડ, જેસર રોડ, હાથસણી રોડ અને નેસડી રોડને પ્રારંભિક તબક્કામાં કામગીરીઓ વેગવંતી કરીને સેનીટેશન વિભાગના કર્મીઓ અને સફાઈ કામદારોએ દિલથી કામગીરીઓ કરીને સ્વચ્છ સાવરકુંડલા બનવાના ધ્યેયથી ધૂળધાણી થયેલા રસ્તાઓ પર માટીના થર જામ્યા હતા તેને પાવડાથી દૂર કરીને સાવરકુંડલા શહેરની દરેક શેરીઓ અને ગલી, ખાંચાઓ, સોસાયટીઓ આ સ્વચ્છતા અભિયાનમાં સાફસૂફ કરી નાખવામાં આવી છે જ્યારે દરેક વિસ્તારોમાં ઘંટાગાડી, ટ્રેકટર અને સફાઈ કર્મીઓની ટીમો કામે વળગાડીને પાલિકાના સૂત્રધાર સતાધીશો સાથે સેનીટેશન વિભાગના મહિલા ચેરમેન મેઘાબેન ગઢીયા દ્વારા પોતાના ઘર આંગણે કચરો બહાર ના નાખે અને પાલિકાનું વાહન આવે ત્યારે પાલિકાના વાહનમાં કચરો નાખે તેવી વિનંતી કરાઇ છે ને સ્વચ્છ ભારત સંગાથે સ્વચ્છ સાવરકુંડલા અભિયાનમાં પાલિકાની સેવામાં સહકાર આપીને સહયોગ આપીને સાથે જોડાઈ જેથી શહેરને સ્વચ્છ અને સુંદર બનવવામાં વધુ સરળતા રહે તેવી અપીલ પાલિકા સતાધીશો દ્વારા કરવામાં આવી છે ત્યારે સફાઈ અભિયાન સ્વચ્છ અભિયાન હાથ ધરવામાં આવતા શહેરીજનોના આશીર્વાદ પણ પાલિકાના સુકાનીઓને લત્તાવાસીઓ દ્વારા અપાઈ રહ્યા છે ને આવી જ ગતિમાં કામગીરીઓ શરૂ રહે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે
Recent Comments