સાવરકુંડલા પાલિકા દ્વારા થતા વિકાસના કામોમાં ધારાસભ્ય મહેશ કસવાળાની સરપ્રાઇઝ વીઝીટરોડ રસ્તાના કામો ગુણવતા અને ક્વોલિટી વાળા બને તેવો ધ્યેય – મહેશ કસવાળા
સાવરકુંડલા નગરપાલિકામાં થતા રોડ રસ્તાના કામોમાં ગુણવતા અને કવોલિટીને પ્રાધાન્ય મળી રહે અને વિકાસનું પ્રતિબિંબ સમાનના કાર્યો સાવરકુંડલા પાલિકા દ્વારા થાય તે માટે કટિબદ્ધ પાલિકાના શાસકોને કર્તવ્યનિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળાના સીધા માર્ગદર્શન તળે સાવરકુંડલા શહેરની સુખાકારી અને પાલિકા દ્વારા મળતી સવલતોમાં ક્યાંય કચાશ ના રહે તેને લઈને આજે ધારાસભ્ય મહેશ કસવાળાએ ચાલતા વિકાસના કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું ને રોડ રસ્તાના કામોની સરપ્રાઇઝ વીઝીટ લીધી હતી ને વોર્ડ વાઈજ દરેક પાલિકાના સદસ્યોને વિકાસની થતી કામગીરીઓ પર નજર રાખીને ક્વોલિટી સભર કામો થાય ને દરેક કામોથી સ્થાનીક રહીશોને વર્ષો સુધી રોડ રસ્તાઓની ગુણવતા સરકારશ્રી દ્વારા ચૂકવાતા પૈસાનું મૂલ્ય જળવાઈ રહે તેવી કામગીરીઓ થાય તો જ શહેરમાં વિકાસની પરિભાષા સાર્થક સાબિત થાય તેવુ ધારાસભ્ય મહેશ કસવાળા ઈચ્છી રહ્યા છે
ને પાલિકામાં ચાલતા કામો પર ભાજપના શાસકો સંપૂર્ણ પણે વિકાસ અને ગુણવતા સાથેની કવોલિટીને પ્રાધાન્ય મળે તોજ રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટોનો સાચો સદઉપયોગ સાર્થક થશે ને દરેક વિસ્તારોમાં થતા પાલિકાના વિકાસના કામોમાં પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી અને કારોબારી ચેરમેન અશોક ચૌહાણ દ્વારા પણ સરપ્રાઇઝ વીઝીટ કરીને કામોની સમીક્ષાઓ થઈ રહી છે ત્યારે નવા વિકસતા વિસ્તાર માટે આવનાર ૨૫-૩૦ વર્ષના પ્લાનિંગથી રોડ, ગટર, વરસાદી પાણી, સ્ટ્રીટ લાઈટનુ આયોજન કરવુ જોઈએ અને આવનારા સમયમાં સાવરકુંડલા નગરપાલિકા એસટીપી – રીવરફ્રન્ટ, ભેંસાણ ડેમ પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટ કરવા જઈ રહી છે
ત્યારે કામની ક્વોલિટી માટે ચિંતા હોય અને આવનારા ૨૫ વર્ષ શહેરના વિકાસ માટે નગર પાલિકાને રોડ મેપ બનાવવા અને તજજ્ઞ કન્સલ્ટન્ટ મદદ લેવા માટે પણ અનુરોધ પણ ધારાસભ્ય મહેશ કસવાળા પાલિકા સતાધીશોને કર્યો હતો અને આજે અચાનક ધારાસભ્ય મહેશ કસવાળાએ લીધેલી સરપ્રાઇઝ વીઝીટ દરમ્યાન અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સાવરકુંડલા નગરપાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રીવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, બાંધકામ સમિતિ ચેરમેન લાલાભાઇ ગોહિલ, નગરપાલિકાના ચેરમેનશ્રીઑ ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાંક, કિશોરભાઈ બુહા, રમેશભાઈ ચૌહાણ સંગાથે રહ્યા હતા ને સ્થાનિક વિસ્તારોમાં પાલિકા દ્વારા વધુ સારી સવલત અને સુવિધાઓ મળી રહે તે અંગે પરામર્શ કર્યો હતો.
Recent Comments