અમરેલી

સાવરકુંડલા પી.જી.વી.સી.એલ. ઓફીસ ખાતે જીલ્લા ના ઉચ્ચ અધિકારી સાથે સમીક્ષા કરી લોક દરબાર યોજી સાવરકુંડલા તાલુકાના વીજ પ્રશ્નોનું નિરાકરણ લાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

આજરોજ સાવરકુંડલા PGVCL ઓફીસ ખાતે સાવરકુંડલા તાલુકા ના ગામડા ઓના વીજ પ્રશ્નો ને લગતા પ્રશ્નો અવાર નવાર મળતા હોય છે જેને ધ્યાને લઈને જીલ્લા કક્ષાના ઉચ્છ અધિકારી શ્રી તેમજ PGVCL સાવરકુંડલા ના સબંધિત અધિકરીશ્રી ની હાજરી માં લોકોના પ્રશ્નોને વાચા આપવા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા લોક દરબાર યોજવામાં આવેલ જેમાં સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામો ના કાર્યકર તેમજ અરજદારો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો સાભળીને સ્થળ પર નિકાલ કરવામાં આવેલ તેમજ અમુક પ્રશ્નો અંગે સત્વરે નિકાલ લાવવા સબંધિત અધિકારીઓ ને સુચના આપી હતી. અને અધિકારીઓ સાથે વિચાર વિમર્ષ કરી યોગ્ય કરવાની ખાત્રી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ જેમાં હાર્દિકભાઈ કાનાણી, કલ્પેશભાઈ કાનાણી(કે.કે), બટુકભાઈ ઉનાવા, પંકજભાઈ ઉનાવા, નાથાભાઇ ભરવાડ ભેંકરા, અરશીભાઈ તેમજ ગામના ખેડૂતો અને આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.         આમ ધારાસભ્ય શ્રી લોકોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા ખુદ અધિકારીઓ ની સમક્ષ હાજર રહીને લોકોને ન્યાય આપવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts