સાવરકુંડલા પોસ્ટ ઓફિસ રોડ પર ટ્રાફિકનો ભારે ધસારો, તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન માટે ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે

હજુ તો ગઈકાલે જ સાવરકુંડલા શહેરનાં વ્યાયામ મંદિર પાસે આવેલ જૂના અક્ષર પુરુષોત્તમ મંદિર પાસે રસ્તાનું સમારકામ હાથ ધરાતાં એ વ્યાયામ મંદિર વાળો રોડ કામ ચાલુ હોવાથી ટેમ્પરરી બંધ થતાં નેસડી ચલાલા તરફથી મહુવા રોડ તરફ જતાં વાહનો અહીં પોસ્ટ ઓફિસ રોડ પાસેથી પસાર થતાં અહીં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળે છે.
આમ પણ પોસ્ટ ઓફિસ રોડ આસપાસ ઘણી જ્ઞાતિ વાડી તેમજ બેંક ઓફ બરોડા તથા અન્ય શોપિંગ કોમ્પલેક્ષ આવેલાં હોય અહીં ટ્રાફિક રહે એ સ્વાભાવિક છે વળી એમાં અધુરામાં પુરૂ વ્યાયામ મંદિર રોડ તરફથી મહુવા તરફ જતો કે બગસરા ચલાલા તરફનો જતાં વાહનોનો ટ્રાફિક પણ હાલ આ પોસ્ટ ઓફિસ રોડ પરથી જ પસાર થતો હોય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.
જો કે પોલીસ તંત્રનું ટ્રાફિક વિભાગ વ્યવસ્થા નિયમન માટે ભારે જહેમત ઉઠાવતું જોવા મળે છે એટલે જ્યાં સુધી વ્યાયામ મંદિર વાળો રસ્તો ખુલે નહીં ત્યાં સુધી આ પોસ્ટ ઓફિસ રોડ પર ભારે ટ્રાફિક રહેશે એ પણ નિર્વિવાદ છે. તંત્ર દ્વારા હાલ તો ટ્રાફિક નિયમન માટે ભરપૂર પ્રયાસ આવી રહ્યાં છે.
Recent Comments