અમરેલી

સાવરકુંડલા પ્રવાસી આર્ટ ટીચર કૃષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા પીઠોરા આર્ટ ગેલેરી નુ આયોજન કરવામાં આવ્યુ..

છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસીઓમાં પીઠોરા દેવતાને માન્યતા આપવામાં આવે છે. રાઠવા આદિવાસીઓ તેમના ઘરની દિવાલ પર પીઠોરા ચિત્રો કરી દેવતાઓનું આહ્વાન કરતા હોય છે અને વાર-તહેવારે પીઠોરા દેવની પૂજા કરતા હોય છે. પીઠોરા ચિત્રોની આગવી કળાને બાળકો-વિદ્યાર્થીઓ જાણે અને શીખે એ માટે મૂળ ગામ મોતીશ્રી, તાલુકો પાલીતાણા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કે જેઓ સાવરકુંડલા શહેર અને તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષક તરીકે સેવા બજાવે છે તેઓ દ્વારા સાવરકુંડલા ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પીઠોરા ચિત્રો બાળકો-વિદ્યાર્થીઓ ને શીખવાડવા મા આવી રહ્યા છે. તેમજ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કે જેનો અભ્યાસ એમ.એ.બી.એડ. સુધીનો છે તેમના દ્વારા પીઠોરા આર્ટ ગેલેરી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બાળકો-વિદ્યાર્થીઓ પીઠોરા ચિત્રો વિશે જાણે, પીઠોરા ચિત્રો શીખે અને પોતાની સર્જનાત્મક શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી આ આર્ટ ગેલેરી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts