આજરોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે શ્રી અજય દહીંયાં સાહેબ કલેક્ટર શ્રી અમરેલીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મામલતદાર શ્રી પી.બી.ગોહિલ નાયબ મામલતદાર શ્રી વિપુલભાઈ મહેતા,એસ.જી.લેઉવા સાહેબ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૪ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીશ્રી અને અરજદારશ્રીની હાજરીમાં જ જે તે વિભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો એમ યોગેશ ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં તમામ પ્રશ્નોના સ્થળ પર જ હકારાત્મક નિર્ણય કરી નિકાલ કરવામાં આવ્યા


















Recent Comments