સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ધારાબેન ભાલારા ના અધ્યક્ષ સ્થાને સરકારના પ્રભાગોની સંકલન બેઠક યોજાઇ
સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ધારાબેન ભાલારા ના અધ્યક્ષ સ્થાને સરકારના તમામ પ્રભાગો ની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સૂચના અનુસાર અને શહેર ભાજપ ના માર્ગદર્શન તળે સાવરકુંડલા ની સુખાકારી માટે સંકલન સમિતિ ના સભ્ય નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા દ્વારા સંકલન બેઠકમાં મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા બે પ્રશ્નો રજૂ થયા (૧) સાવરકુંડલા શહેર ને મળતું મહી નદી નું પાણી જે મોડી રાત્રે આવે છે તેને દિવસે આપવું અને ડોળુ આવે છે.
તેનું નિરાકરણ કરવું. (૨) નગરપાલિકા માં આધાર કાર્ડ કીટ આપવા માટે માંગણી કરી હતી. જ્યારે શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવેલ. જેમાં જૂની ખખડધજ પોસ્ટ ઓફીસ નું નવીનીકરણ, ૧૫ દાદરા સિનિયર સિટીઝ ચડીને એસ.બી.આઈ. બેન્ક દરબારગઢ શાખામાં પડતી મુશ્કેલીઓ, સીટી સર્વે ઓફીસ નું નવું બિલ્ડીંગ બનાવી અને કાયમી ધોરણે સરવેયર મુકવા, સાવરકુંડલા થી યાત્રાધામો માટે કાગવડ-વીરપુર, ગોંડલ બસ ની માંગણી, અને આધારકાર્ડ માં ફિંગરપ્રિન્ટ નથી આવતી તે બાબતે ઘટતું કરવા જેવા જરૂરી મુદ્દા સંકલન માં લેવા પ્રાંત અધિકારીને માંગણી કરી હતી.
Recent Comments