પ્રાપ્ત થતી વિગત મુજબ સાવરકુંડલા એસટી ડેપોમાં નવી ચાર એસટી બસ મુકવામાં આવી છે.આજે ચાર નવી એસટી બસ ફાળવાઈ આ તકે ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, ભાજપ અગ્રણી કિશોરભાઈ બુહા,જતીનભાઈ, પ્રવિણભાઇ કોટિલા, અશોકભાઈ ચોહાણ, હેમાંગભાઇ ગઢીયા, શહેર ભાજપ મંત્રી અમિત પંડ્યા,જતિનભાઈ મૈસુરીયા, ભુપતભાઇ સંદીપભાઈ ભટ્ટ, ઉમેશભાઈ ગાજીપરા, લલિતભાઈ મારું, ભાવેશભાઈ કવા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી , તથા એસ ટી ડેપો મેનેજર એ. પી. કરમટા, સાવરકુંડલા એસ, ટી ડેપોના આંકડા અધિકારી સંજયભાઈ અપારનાથી,એ.ટી.આઈ પુનિતભાઈ જોશી, હર્ષદભાઈ ભટ્ટ, કિરણભાઈ સરવૈયા, વિશ્વાસભાઈ દવે, યોગેશભાઈ વિછીયા, રફીકભાઈ સૈયદ તથા સમગ્ર એસ.ટી. સ્ટાફ હાજર રહ્યો હતો ત્યારે આ નવી ચાર બસો ફાળવાતાં સાવરકુંડલા એસ. ટી. ડેપો તથા સમગ્ર સાવરકુંડલા તાલુકાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો . ઘણા મુસાફરો તથા વિદ્યાર્થીઓની જરૂરીયાત એ હતી અમુક રૂટોની બસો બંધ હતી. બસ વધારે ન હોવાથી આ હાલાકી ભોગવી પડતી હતી ત્યારે આ નવી ચાર બસો ફાળવાતાં હવે વધુ સુવિધા ઉપલબ્ધ થશે એવી આશા સેવી રહ્યા છે.
સાવરકુંડલા બસ સ્ટેશનમાં નવી ચાર એસટી બસ ફાળવાઇ.

Recent Comments