૯૭ વિધાનસભા સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર મહેશ કસવાલાએ આજે કેસરિયા રેલી યોજીને સાવરકુંડલા વ્યાયામ મંદિર ખાતે વિજય વિશ્વાસ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ચરખડિયા ગામેથી કેસરિયા રેલી રૂપે ભાજપના ઉમેદવાર મહેશ કસવાલા સાવરકુંડલા ખાતે વ્યાયામ મંદિરે આવેલ હતા જ્યા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓની હકડેઠઠ જનમેદની ઉમટી પડી હતી આ વિજય વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સહિત ભાજપના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા ને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની આગવી તળપદી ભાષામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા ને વિજય વિશ્વાસ સંમેલન બાદ ભાજપના ઉમેદવાર મહેશ કસવાલા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ગયેલા હતા ને પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ મહેશ કસવાળા એ વ્યક્ત કર્યો.
સાવરકુંડલા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર મહેશ કસવાલાએ કેસરિયા રેલી યોજી ફોર્મ ભર્યું

Recent Comments