fbpx
અમરેલી

સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં- પાંચ ખાતે ‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’ ની ઉજવણી

શાળાના વિદ્યાર્થીઓમાં આપત્તિઓ અને તેની બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે યોગ્ય સમજ કેળવાય અને દરેક વિધાર્થી આપત્તિઓ સામે સુરક્ષિત રહે તેમજ એક સક્ષમ સમાજનું નિર્માણ થાય તે ઉદ્દેશથી સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં- પાંચ ખાતે ‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’ની ભવ્ય ઉજવણી કરાઈ હતી.  જેમા શાળાના બાળકોને ભૂકંપ,પૂર, વાવાઝોડું,આગ અકસ્માત તેમજ અન્ય વિવિધ પ્રકારનાં કુદરતી અથવા અન્ય ઈત્યાદી શાળા સલામતી બાબતો અંગે કેવા પ્રકારની સાવચેતી/સલામતીના પગલા ભરવા જોઈએ તેવી વિવિધ બાબતો નું માર્ગદર્શન આપવામાં આવેલ. આપત્તિ વ્યવસ્થાપન વિષયક માહિતી પ્રદ ચાર્ટ્સનું નિદર્શન કરવામાં આવેલ. આ ઉજવણીના અનુસંધાનમાં શાળા ખાતે ચિત્ર તથા નિબંધ સ્પર્ધા નું પણ આયોજન આ સપ્તાહ દરમ્યાન કરાયેલ. જેમાં શાળાના બાળકો દ્વારા ભાગ લીધેલ. તથા મોકડ્રીલ પણ યોજવામાં આવેલ. આ તકે સમગ્ર સપ્તાહ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts