સાવરકુંડલા હાથસણી રોડ ઉપર આવેલ મનોરોગ્ય આશ્રમ માનવ મંદિર આવેલું છે. જ્યાં રખડતા ભટકતા નિરાધાર મનોરોગી બહેનોને ભક્તિ બાપુ દ્વારા વિનામૂલ્યે સારવાર આપી પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે આ માનવ મંદિર અનેક લોકોના અભ્યાસનું કેન્દ્ર બનતું જાય છે ત્યારે ખાંભા જે.એન. મહેતા હાઈસ્કૂલના ધોરણ નવ ના વિદ્યાર્થી ભાઈ બહેનો આ આશ્રમની મુલાકાતે આવ્યા. તેમની સાથે આવેલ શિક્ષિકા બેને જણાવ્યું કે ધોરણ નવ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ઈશ્વર પેટલીકર લિખિત લોહીની સગાઈ આ પાઠ આવે છે જેમાં દિવ્યાંગ લોકો સાથે વિદ્યાર્થીઓને ગેરસમજણ કે તિરસ્કાર ન પેદા થાય તે બાબતને સુંદર રીતે વણી લેવામાં આવી છે પરંતુ શિક્ષકો દ્વારા ચાર દીવાલોના વર્ગખંડ સિવાય બહાર જઈ પ્રેક્ટીકલ અભ્યાસ કરાવે તો વિદ્યાર્થીઓમાં દિવ્યાંગો પ્રત્યે લાગણી અને પ્રેરણા જન્મે તે હેતુસર આ શિક્ષિકા બેન ના પ્રયાસ ને માનવ મંદિરના ભક્તિ બાપુએ અભિનંદન આપ્યા હતા.
સાવરકુંડલા મનોરોગી આશ્રમે ખાંભા ના જે.એન. મહેતા હાઈસ્કૂલના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પ્રવાસે આવ્યા

Recent Comments