સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવમંદિરે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી મુલાકાતે.સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરની મુલાકાતે આજે દેશના દિગ્ગજ સહકાર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ મુલાકાત લીધી હતી આશ્રમના ભક્તિરામ બાપુ એ અને દિનુ બાપુએ દિલીપભાઈ સંઘાણીનું સ્વાગત કર્યું હતું. માનવ મંદિરની ૬૪ જેટલી બહેનો સાથે વાતચીત કરી હતી આશ્રમની કરવામાં આવતી સેવા વિશે તેઓએ જણાવ્યું હતું કે આશ્રમની સેવા એ સતયુગ છે હાલ આશ્રમ બહાર કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે આવા આશ્રમોમાં કરવામાં આવતી સેવા એ કળિયુગમાં પણ સતયુગના દર્શન થાય છે ફરી વખત પરિવાર સાથે સમય લઈને આવવાનું ભક્તિરામ બાપુને વચન આપ્યું હતું તેમજ આશ્રમને ગુપ્તદાન આપી માનવીય ફરજ અદા કરી હતી
સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવમંદિરે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી મુલાકાતે

Recent Comments