fbpx
અમરેલી

સાવરકુંડલા મહાપ્રભુજી બેઠકજી ખાતે મહાપ્રભુજીનો 547 માં પ્રાગટય મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા નાવલી નદી કાંઠે આવેલ સુપ્રસિધ્ધ મહાપ્રભુજી ની બેઠકજી સાવરકુંડલા ખાતે શ્રી મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય દિવસ ખુબ ખુબ જ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવેલ. જેના મુખ્ય મનોરથી જીવનભાઈ કાબરીયા, પ્રવીણભાઈ ચાંચડ તથા અશ્વિનભાઈ ઠુમર રહ્યા હતા. આ તકે પ્રથમ મંગલા આરતી, ગિરિરાજજી ને દુધાભિષેક, શ્રીગાંર દર્શન, નંદ મહોત્સવ, પલના, શ્રી મહાપ્રભુજી ના ચિત્રજીને માલાજી, તિલક કેસર સ્નાન, પાદુકાજીને મુખ્ય મનૌરથી તથા હાજર રહેલા તમામ વૈષ્ણવો એ લાભ લીધેલ. આ તકે વીઠલેશ પાઠશાળા ના બાલકોએ શ્રી મહાપ્રભુજી નુ સુંદર ગાન કરી વૈષ્ણવો એ તાલીના ગડગડાટ થી વધાવી લીધેલ. ત્યારબાદ રાજભોગ આરતી દર્શન કરી

વૈષ્ણવોએ મહા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવેલ. આ તકે સાવરકુંડલા- લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત  તેમજ જેનીબેન ઠુમર એ ખાસ હાજરી આપી. મહાપ્રભુજી ના આશીષ થી સમગ્ર સંચાલન મહાપ્રભુજી બેઠકજીના કમિટિના ભાઈઓ તથા મહિલા મંડળ અને આજુબાજુના ગામો માંથી આવેલા વૈષ્ણવો ના સહકાર થી તથા અમરાપર થી નંદલાલભાઈ  ની કીર્તન મંડળી તેમજ કુંડલા તાલુકા ના કીર્તનકાર ભાઈઓએ સૌ વૈષ્ણવો ને સુંદર કીર્તન કરી પ્રભુને ખુબ ભાવથી લાડ લડાવેલ તેમજ સમગ્ર ઉત્સવ આનંદ આવેલ. દરેક વૈષ્ણવોના સાથ સહકાર થી આ ઉત્સવ આનંદ થી ધામધુમથી ઉજવાયો હતો. આગામી કારતક માસ માં શ્રીમદ ભાગવદ સપ્તાહ ગોવર્ધન પ્રભુ પાટે બીરાજશે. છપ્પન ભોગ, સમૂહ માળા પહેરામણી, તેમજ વિવિધ મનોરથો પૂજ્ય અમરેલી વલ્લભકુળ ના સાનિધ્યમાં સંપન્ન થશે. 

Follow Me:

Related Posts