સાવરકુંડલા શહેરમાં આજરોજ તારીખ ૨૪-૨-૨૪ના બપોરે સાડા ચાર આસપાસ અહીં મહુવા રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નો સંદર્ભે દેશના પ્રતિષ્ઠિત મોટિવેશનલ સ્પીકરનો અશોક ગુજ્જરનો વિશાળ વિદ્યાર્થીઓ તથા વાલીવર્ગની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ એક ચિતે તેનો કાર્યક્રમ સાંભળી અને હ્રદયસ્થ કરી રહ્યા હતા એવી વેળાએ લગભગ છ આસપાસ લાઈટ જતાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી ત્યાં ઉપસ્થિત હતાં માત્ર એક મિનિટમાં સાવરકુંડલા જીઈબી ઈજનેર બોરડ સાહેબને ફોન કરતા પ્રસંગની અગત્યતા સમજીને સાહેબે તુરંત લાઈટ ચાલુ કરાવી.
આમ આ સંદર્ભે એમની કાર્યનિષ્ઠાને પત્રકાર બિપીનભાઈ પાંધી તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે.. જીઈબી સાવરકુંડલા ડેપ્યુટી ઈજનેર બોરડ સાહેબની કાર્યનિષ્ઠાને શત શત વંદનઆ લખવાનો મુખ્ય ઉદ્દેશ અન્ય કર્મચારીઓ ગણને પ્રેરણા મળે એ ગણી શકાય. આમ આ મોટિવેશનલ કાર્યક્રમમાં આ સૌથી મોટી મોટીવેશનલ ટીપ્સ ગણીને આપની સમક્ષ રજૂ કરી છે. વળી સાહેબે એ પણ કહ્યું હતું કે પ્રોગ્રામ પૂર્ણ થાય એટલે કહેશો..કદાચ થોડુ સમારકામ હશે.. પરંતુ અગત્યતા વિદ્યાર્થીઓના મોટીવેશનલ કાર્યક્રમને આપી એ ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી ગણી શકાય.
Recent Comments