અમરેલી

સાવરકુંડલા મહુવા રોડ બસ્ટેન્ડ પાસેથી આદિત્ય પાન સુધીનું કામ ચાલુ કરવાની રજુઆત

સાવરકુંડલા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે જેમાં બસ્ટેન્ડ થી આદિત્ય પાન સુધી ખુબજ મોટા ગાબડા પડેલ અને તૂટી ગયેલ હોઈ રોડ રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપ ના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ને રજૂઆત કરેલ અંતે સાંસદ શ્રી ની સૂચનાથીસ્ટેટ હાઇવે વિભાગ ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી તેમજ સ્ટેટ હાઇવે ના એસ.ઓ શ્રી ભાર્ગવભાઈ ને સ્થળ નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ હતું જે રજૂઆતને ધ્યાનમાં રાખી આ રોડ નું કામ ચાલુ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા છે અને શહેરી જનો માં ખુશીનો માહોલ છવાય ગયો છે.

Related Posts