સાવરકુંડલા માં કોલેજ રોડ પર કરવામાં આવેલ ખાડા માં રાત્રીના સમયે ગાય પડી
સાવરકુંડલા કોલેજ રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે આવેલ કર્મચારી સોસાયટી ના મુખ્ય માર્ગ પર ત્રણ દિવસથી ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડામાં રાત્રીના સમયે ગાય અંદર પડી હતી અને ફસાઈ જવા પામી હતી. જેથી વહેલી સવારે અહીંયા થી પ્રસાર થતા રાહદારીઓ અને આસપાસના સોસાયટી ના લોકો એ ગાય ને ખાડામાં પડેલી જોઈને ગૌ સેવકો ને જાણ કરવામાં આવેલ અને મહા મુસીબતે આ ગાય ને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આવા ખાડા ઉપર કઈ ઢાંકવામાં ન આવતા, ખુલ્લો મૂકી દેતા ગાય તેની અંદર પડી હતી તથા સામાન્ય ઈજાઓ થઈ હતી. આવા ખાડા અહીથી પસાર થતા વાહન ચાલકો અને પશુઓ માટે જોખમી હોય આવા પ્રકારના ખાડાઓ ઉપર ઢાંકણ મુકવા જોઇએ જેથી કોઇ માણસ કે પશુ તેમાં પડી ન જાય.
Recent Comments