સાવરકુંડલા ખાતે ગીરનારી સંત શિરોમણી પૂજય શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિતે સાવરકુંડલા શહેરના આંગણે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ પુનમ ના રોજ પૂજ્ય વેલનાથ બાપુ ની પુણ્ય તિથિ સાવરકુંડલા કોળી સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ સમાજ ની સાથે કદમ મિલાવવા કોળી સમાજમાં શિક્ષણ કેમ વધે, કન્યા કેળવણી, અંધશ્રદ્ધા દૂર થાય વ્યસન મુક્તિ કુરિવાજો ને તિલાંજલિ આપવા માટે કાર્યક્રમો યોજાશે. સમગ્ર સાવરકુંડલા શહેર અને તાલુકા ભરના 79 ગામો માંથી ઠાકોર સમાજ ના ભાઈઓ બહેનો સાવરકુંડલા ના આંગણે પધાર્યા હતા. આ તકે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર વેલનાથ બાપુ ની જગ્યા ખાતેથી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી તેમજ બપોરના મહાપ્રસાદ, રાત્રે સંતવાણી વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
સાવરકુંડલા માં પૂજ્ય વેલનાથ બાપુ ની પુણ્યતિથિ નિમિતે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી.

Recent Comments