સાવરકુંડલા શહેર માં આઝાદી વખતથી અત્યાર સુધીમાં આવું વાવાઝોડું કે કોઈ
કુદરતી આફત આવી નથી આ આવતે વાવાઝોડામાં શહેર આખામાં જાણે આભ ફાટ્યું
હોય તેવી પરિસ્થિતિમાં કેટલી તબાહી મચી હતી ત્યારે સાવરકુંડલા માં આવેલ સાધના
સોસાયટી ના લોકો છેલ્લા આઠ દિવસથી લાઈટ અને પાણી અને સફાઈ થી વંચિત હતા
તેવા સમયે યુવા અગ્રણી મોહસીન ધાનાણી દ્વારા PGVCL ના બોરડ સાહેબ અને
નગરપાલિકાના પ્રમુખ અને નગર સેવક અને ધારદાર રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે
વીજપોલ ઊભા કરી લાઈટ આપવામાં આવી અને ટ્રેક્ટર અને જેસીબી દ્વારા સફાઇ
પણ કરવામાં આવી આ તકે સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ઉપપ્રમુખ મોહસીન ધાનાણી
ની સાથે ખડે પગે નગરસેવક શ્રી કાંતિભાઈ ગોહિલ, મેહુલભાઈ ત્રિવેદી, રાજે ભાઈ
ચૌહાણ તથા સિરાજ ખાન પઠાણ અને સોસાયટીના વડીલો સાથે આપ્યો હતો
સાવરકુંડલા માં સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ઉપપ્રમુખ મોહસીન ધાનાણી પ્રજાજનોની વ્હારે આવ્યા હતા.અને ગણતરી ની કલાકો માં PGVCL અને નગરપાલિકા ની કામગીરી કરાવી હતી.

Recent Comments