fbpx
અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરમા ઋણાનુબંધ ફિલ્મનું શૂટિંગ શરૂ

સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં શોર્ટ ફિલ્મ ઋણાનું બંધન નું શૂટિંગ શરૂ કરાયેલ છે અમર આહીર લિખિત દિગ્દર્શિત અને અભિનીત આ ફિલ્મમાં અમદાવાદના રંગમંચ થિયેટરના યુવાન કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.આ ફિલ્મની કથા એવી છે કેપાગલ મહિલાની કથા આધારિત આ ફિલ્મમાં એક યુવતી પાગલ અવસ્થામાં પરિવારથી વિખૂટી પડે છે અને એક ફોટોગ્રાફર જંગલ વિસ્તારમાં આ છોકરીને જોઈ જાય છે કેટલાક લોકો તેને પરેશાન કરતા હોય તેમની સાથે રકઝક પણ થાય છે અને અંતે આ છોકરી ને માનવ મંદિરમાં દાખલ કરાય છે આઠ વર્ષ બાદ માનવ મંદિરમાં એક ફોટોગ્રાફર આ નિશબ્દ અને મૌન છોકરી નો ફોટો પાડી રહ્યો હોય છે ત્યારે અચાનક જ આઠ વર્ષ પહેલાંની તેમની ઘટનાને યાદ આવે છે અને તે વિચલિત થઈ ક્રોધિત થાય  છે  તેને તેના રૂમમાં સુવડાવી  બાપુ અને અન્ય એક મહિલા દ્વારા શાંત પાડવાનો પ્રયાસ કરી દવા અને સારવાર આપવામાં આવે છે થોડા કલાકો બાદ આ મૂર્છિત થયેલી દીકરી અચાનક જ બાપુ પાસે આવીને કહે છે કે બાપુ મારા પરિવારને બોલાવી દો ત્યારે આઠેક વર્ષ બાદ  વેદનાઓને સાચવી મૌન સ્થતિમાં રહેલી તે દીકરી અચાનક જ શાંત સ્વરે બાપુ ને વિનંતી કરે છે ત્યારે બાપુ પણ ભાવવિભોર થઈ જાય છે અને તેમના પરિવારનો સંપર્ક કરીને બોલાવવામાં આવે છે આખરે આ પરિવાર તેની દીકરીને પોતાને ઘેર લઈ જાય છે..

સાવરકુંડલા માનવ મંદિર માં હાલમાં 58 મનોરોગી મહિલાઓ વિવિધ પ્રકારે મનોરોગી બનેલી દીકરીઓ મહિલાઓ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે દરેક આ મનોરોગી મહિલા પાછળ એક દર્દનાક કહાની છુપાયેલી છે અત્યાર સુધીમાં 85 મનોરોગી બહેનો સાજી થઈ અને પુનર્જીવન પ્રાપ્ત કરી ચૂકી છે પાંચ મહિલાઓ ના લગ્ન કરવામાં આવ્યા છે તેમજ એક મહિલાના નિકાહ કરવામાં આવ્યા છે..હાલમાં માનવ મંદિરમાં પાંચ મહિલાઓ સાજી થઈ ગઈ છે પરંતુ તેમનો પરિવાર સંપર્ક કરવા છતાં પણ તેને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી જે આ સમાજ માટે અને પરિવારો માટે ખુબ જ શરમજનક કહેવાય પૂજ્ય ભક્તિ બાપુ નો એક જ સંદેશ છે કે મનો રોગીઓને પ્રેમ આપો અને સ્વીકારો એ જરૂર સાજા થઇ શકે છે આ કહાનીમાં પણ ક્યાંક એવો જ સંદેશ છે ..આ ફિલ્મમાં સંદેશ ન્યૂઝ ચેનલના રિપોર્ટર સૂર્યકાંત ચૌહાણ અને અમદાવાદના હર્ષિદા પંખાનીયા રુત્વિક પટેલ કરણ જોશી અમર આહીર સહિતના કલાકારોએ મહત્વની ભૂમિકા રજૂ કરી છે

Follow Me:

Related Posts