અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરે મનોદિવ્યાંગ બહેનો માટે દોશી પરિવારે રૂપિયા પાંચ લાખ નું અનુદાન અર્પણ કર્યું

સાવરકુંડલાના વતની અને હાલ મુંબઈ મુલુંડ ખાતે રહેતા અનિલ કુમાર દોશી પરિવાર સાથે સાવરકુંડલામાં મનોરોગી  આશ્રમ માનવ મંદિરની મુલાકાતે આવ્યા હતા આ મનોરોગી આશ્રમમાં હાલમાં ૬૦ જેટલી મહિલાઓ ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે આશ્રમની વિગત અને પ્રવૃત્તિ બાબતે અનિલભાઈ દોશીએ અને તેમના પત્નીએ મનોરોગી બહેનો સાથે પણ વાતચીત કરી તેમજ ભક્તિ બાપુએ પણ માનવમંદિર વિશે વાતચીત કરી અને માહિતી આપી ત્યારે માનવ મંદિરની આ નિરાધાર રખડતી ભટકતી મનોરોગી બહેનોને વિનામુલ્યે અપાતી સેવાથી પ્રભાવિત થઈમાનવ મંદિર ખાતે બની રહેલા અદ્યતન ડાઇનિંગ હોલમાં મેડિકલ રૂમ માટે રૂપિયા પાંચ લાખ નું માતબર યોગદાન આપી એક પ્રેરણાદાયી અને સામાજિક મુલ્યોને ઉચ્ચસ્થાન આપતું કાર્ય કર્યું હતું.

Related Posts