સાવરકુંડલા માનવ મંદિરે મુખ્ય પ્રવેશદ્વાર ના ખાતમહુર્ત માં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ. રાજકોટ કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા વિશાલ ફાઉન્ડ્રીના ચેરમેન અને માનવ મંદિરના પ્રવેશ દ્વાર ના મુખ્યદાતા દાતા ધીરુભાઈ સોરઠીયા સાથે લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા ખિલોરી વાળા તેમજ મારુતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઇ સોરઠીયા સોરઠીયા પરિવાર ના પૂર્વ પ્રમુખ તુલસીભાઇ સોરઠીયા જય સરદાર ગૌશાળા ના પ્રમુખ વાલજીભાઈ લક્કડ સોરઠીયા પરિવારના કમિટીના સભ્યો દિલીપભાઈ સોરઠીયા વિશાલ ભાઈ સોરઠીયા નૈમિશ ભાઈ મેઘાણી અક્ષય ભાઈ સોરઠીયા અંકુર સોરઠીયા નિર્મિત સોરઠીયા હિતેશ સોરઠીયા આશિષ સોરઠીયા પિન્ટુભાઈ સોરઠીયા રોનક સોરઠીયા રોનક મેઘાણી પ્રશાંત મેઘાણી મોહિત સોરઠીયા હરેશભાઈ ભૂત હાર્દિક સોરઠીયા સોરઠીયા પરિવાર દ્વારા સાવરકુંડલામાં મંદિરના મુખ્યગેટનું આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી ખાતમુરત કરવામાં આવ્યું અને સાવરકુંડલા માનવ મંદિર ના પાયાના સેવક ધીરુભાઈ સોરઠીયા ના શુરાપુરા અજા બાપા સોરઠીયા પ્રવેશ દ્વાર એવું નામકરણ કરવામાં આવ્યું..

આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે હું તો પહેલી વખત જ માનુ મંદિરે આવું છું માનવ મંદિરની નિસ્વાર્થ ભાવે કરવામાં આવતી નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે સેવાઓ મેં ક્યાય જોઈ નથી આટલા સુંદર વાતાવરણમાં અને સંપૂર્ણ સુવિધાયુક્ત કરવામાં આવી રહેલી સેવા દવા દુવા અને હવાના માધ્યમથી ૧૦૦ જેટલી દીકરીઓ સાજી થઈ ગઈ છે પાંચ દીકરી ના લગ્ન થયા છે આ બધું જ જાણી ને હું ખૂબ જ રાજી થયો અને અહીંયા માનવ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં ખાતમુહૂર્ત કરનાર દાતા ધીરુભાઇ સોરઠીયાનો ખુબ આભાર માનતા જણાવ્યું કે બાપુની સેવાને વંદન છે.. મુખ્ય દાતા ધીરુભાઈ સોરઠીયા ના પરિવાર ના સદસ્ય હાર્દિકભાઈ સોરઠીયાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે અમે અને અમારા પરિવાર માંનવ મંદિર ની સેવાથી પ્રભાવિત છીએ સમર્પિત છીએ અને અમારા સુરાપુરા અજા બાપા ના નામથી આ પ્રવેશદ્વારનું આજે ગોર મહારાજ ની સાક્ષીએ અને પૂજ્ય ભક્તિ બાપુની ખાસ નિશ્રામાં વિધિવત રીતે ખાતમુરત કરવાનું અવસર મળ્યો એ અમે અમારું સદનસીબ સમજીએ છીએ અને અહીંયા અમારી સાથે આવેલા રાજકોટથી મહેમાનોમાં કોર્પોરેટરો ઉદ્યોગપતિઓ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ સહિતના તમામ મહેમાનો મંદિરની સેવા પ્રવૃત્તિ અને વિનામૂલ્યે કરવામાં આવતી સેવાથી ખૂબ ખુશ થયા છે
Recent Comments