સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે આજે બપોરે અમરેલીથી કલેકટર અજય દહીયા સાહેબ અને સાવરકુંડલા મામલતદાર ગોહિલ સાહેબ મુલાકાતે આવ્યા હતા ભક્તિરામબાપુની મનોરોગી બહેનોની સેવાની વાતો સાંભળી હતી તેમજ મનોરોગી બહેનો સાથે વાતચીત કરી હતી ભોજનાલય તેમને અપાતી દવા અને રહેવા માટેની હોસ્ટેલની મુલાકાત લીધી હતી. ભક્તિરામબાપુની સેવાથી રાજીપો વ્યક્ત કરી અભિનંદન સાથે વંદન કર્યા હતા અને કલેકટર અજય દહીંયાં તેમજ મામલતદાર ગોહિલ સાહેબે મનોરોગી બહેનોને લાડુ પીરસી મોં મીઠા કરાવ્યા હતા
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે કલેકટર અને મામલતદારની મુલાકાત

















Recent Comments