સાવરકુંડલા માનવ મંદિર ની મનોરોગી બહેનોનો દ્વારકાનો પ્રવાસ યોજાયો
રાજકોટના કિરીટભાઈ અને તેના પરિવારે માનવ મંદિરની બહેનોને દ્વારકા નાગેશ્વર બેટ દ્વારકા નો પ્રવાસ સ્પેશિયલ બસ દ્વારા યાત્રા કરાવી હતી.
દ્વારકામાં વહેલી સવારે પહોંચી ચા પાણી નાસ્તો કરાવી દ્વારકાધીશ મંદિરે માનવ મંદિર ની ૩૭ જેટલી મનોરોગી બહેનોને સ્પેશિયલ દર્શન કરવાની તક આપવામાં આવી જેમાં દ્વારકાના સંદેશ ટીવી ચેનલ અને ટી વી 9 ચેનલના પત્રકાર શ્રી ઓ દ્વારકા મંદિર ટ્રસ્ટના સ્ટાફ મેનેજમેન્ટ નો ખુબજ સારો સહકાર પ્રાપ્ત થયો.. આ ઉપરાંત બેટ દ્વારકા લઈ જવા માટે સંદેશ ટીવી ચેનલના પત્રકાર અનિલ લાલ દ્વારા વિનામૂલ્યે બોટ માં બેસીને દરિયાની સફર કરાવવાની વ્યવસ્થા કરી તેમાં સિક્યુરિટી સ્ટાફને બોટ માલિકનો ખુબ સારો સહકાર પ્રાપ્ત થયો..અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર પાગલ આશ્રમ માં પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં હાલમાં ૬૦ જેટલી મનોરોગી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે આ આશ્રમમાં રખડતા ભટકતા નિરાધાર બહેનો ને વિના મૂલ્યે દાખલ કરવામાં આવે છે. આશ્રમમાંથી અત્યાર સુધીમાં ૯૭ જેટલી મનોરોગી બહેનો સાજી થઈ પોતાના પરિવાર સાથે પુનઃમિલન થયું છે આશ્રમમાં ભારતના તમામ રાજ્યોની મનોરોગી બહેનો હાલમાં સારવાર લઈ રહી છે માનવ મંદિર આશ્રમ દાતાઓના દાનથી ચાલે છે.આ આશ્રમમાં દર મહિને સાડા ત્રણ લાખનો ખર્ચ થાય છે અનેક દાતાઓ પત્રકારો પોલીસ અને રાજકીય અગ્રણીઓના સહકારથી આ આશ્રમ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહ્યો છે અમરેલીના પ્રખ્યાત માનસિક રોગ ના ડોક્ટર વિવેક જોશી ની સેવા પણ નોંધપાત્ર રહી છે ત્યારે દ્વારકાના પ્રવાસે આવનાર મનોરોગી બહેનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને આશ્રમના પૂજ્ય ભક્તિ બાપુએ દ્વારકાની યાત્રા કરાવનાર દાતા કિરીટભાઈ અને દ્વારકાના પ્રવાસ દરમિયાન સહકાર આપનાર પત્રકરો અને મેનેજમેન્ટનો ખૂબ જ આભાર માન્યો હતો
Recent Comments