સાવરકુંડલા માનવ મંદિર માં આશ્રિત પશ્ચિમ બંગાળ ની મનોદિવ્યાંગ મહિલા સાજી થતા પરિવાર ને સોંપાઈ
સાવરકુંડલા માનવ મંદિર માં આશ્રિત પશ્ચિમ બંગાળ ની મનોદિવ્યાંગ મહિલા સાજી થતા પરિવાર ને સોંપાઈ સાવરકુંડલા માનવ મંદિર માં 1 વર્ષ પહેલા માંગરોળ પોલીસે એક બંગાળી મનોરોગી યુવતીને મુકવા આવેલા ત્યારે આ બંગાળી યુવતી સાજી થતા માંગરોળ પોલીસની મદદથી પશ્ચિમ બંગાળમાંથી તેમના પરિવારને શોધી આજે માનવ મંદિર ખાતે આ મનોરોગી મહિલા માતા અને ભાઈ સાથે મિલન કરાવી તેમને સોંપવામાં આવી છે..તા.28.9.20 ના રોજ આ આશ્રમ મા દાખલ કરવામાં આવી હતી ત્યારે તેનું વજન 41 કિલો હતું..આજે એક વર્ષ બાદ તે 67 કિલો વજન થયું.. માનવ મંદિરમાં છેલ્લા આઠ વર્ષથી પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં નિરાધાર મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી બે ટાઈમ ભોજન બે ટાઇમ નાસ્તો અને બે ટાઈમ દવા આપવામાં આવે છે અહીંયા દવા દુઆ અને હવાના માધ્યમથી અત્યાર સુધીમાં 96 મનોરોગી મહિલાઓ સાજી થઈ પોતાના પરિવાર સાથે પુનઃ સ્થાપિત થઈ છે. અને પાંચ દીકરીઓના લગ્ન પણ કર્યા છે તેમજ એક દીકરીના નિકાહ કરાવવામાં આવ્યા છે આ માનવ મંદિર પાગલ આશ્રમ માં મોટાભાગની મનોરોગી બહેનોને પોલીસ મૂકી જાય છે અને તે સાજી થતાં પોતાનું નામ ભાષા અને સરનામું બાપુને બતાવે છે ત્યારે પોલીસની મદદથી જ તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવે છે.. આજે પણ આ માંગરોળ પોલીસનો સંપર્ક કરી ભક્તિ બાપુએ લિપિ ઉર્ફે નુપુરા નામની આ મહિલા જે બંગાળી ભાષા બોલે છે અને થોડું થોડું હિન્દી સમજે છે ત્યારે પોલીસની મદદથી પશ્ચિમ બંગાળના બાસુદેવપુર ગામની આ મહિલા અને તેમના માતા અને ભાઈ સાથે મિલન થતા વર્ષોથી વિખૂટી પડી ગયેલી પોતાની દીકરી મળી તેનો ખૂબ આનંદ છે તેમજ પૂજ્ય ભક્તિ બાપુ જણાવું કે આ આશ્રમ નો હેતુ અસ્તિત્વની કૃપાથી અને પોલીસ તેમજ મીડિયાની મદદથી ખૂબ જ સફળ થઇ રહ્યો છે
Recent Comments