સાવરકુંડલા ખાતે મળેલ કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન નેતા અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના નવા ડાયરેકટર હાર્દિકભાઈ કાનાણીને સાવરકુંડલા શહેરના તાલુકા કોંગ્રેસ પરિવારે સન્માનિત કર્યા હતા જેમાં સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ ડાવરા, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હસુભાઈ સુચક તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસના પ્રમુખ કનુભાઈ ડોડીયા દ્વારા હાર્દિક કાનાણીને સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવેલ.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બહુમતીથી લીડ મેળવી ડાયરેકટર પદે નિયુક્ત થતા હાર્દિક કાનાણીને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સન્માનિત કરાયા….

Recent Comments