fbpx
અમરેલી

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તાલુકા ભાજપ, શહેર યુવા ભાજપ, અનુ. જાતિ, તેમજ વિવિધ મોરચાની નવનિયુક્ત ટીમનો સંન્માન સમારોહ યોજાયો

હોશ પણ થોડું થોડું અને જોશ પણ ભરપૂર છે. બસ આ શતરંજની બાજીમાં જો જિતા વોહી સિકંદર હૈ   આજરોજ સાવરકુંડલા શહેરમાં અહીંના નવા માર્કેટ યાર્ડમાં સાવરકુંડલા તાલુકા ભાજપ અને શહેર યુવા ભાજપ, અનુ. જાતિ તેમજ ભાજપનાં  વિવિધ મોરચાની નવનિયુક્ત ટીમનો સંન્માન સમારોહ યોજાયો.. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ હાજરી આપી આમ દિવાળીનાં શુભ દિવસોમાં જ્યારે સમગ્ર જગત દિવાળી પર્વ ઉજવવામાં વ્યસ્ત હતું ત્યારે આ તમામ કાર્યકરોએ કોઈ પણ ભોગે સમય કાઢી અને આ આયોજનને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો એ પણ એક મહત્ત્વનું પાસું જ ગણાય.. આમ તો આવા પર્વમાં માણસ ઘરકામકાજમાં વ્યસ્ત હોય ઘરની સાફ સફાઈ, ગૃહસુશોભન અને ગૃહિણીઓ જ્યારે અવનવી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હોય તેવાં સમયે ઘરનાં પુરુષ સભ્યોને ફાળે પણ ઘણી કામગીરી આવતી હોય છે તેવી પરિસ્થિતિમાં આવાં સંમેલનમાં હાજર રહેવું એ પણ એક અનોખો સિધ્ધિ જ ગણાય. આમ આ સંમેલનમાં કાર્યકરોનો ઉત્સાહ પણ જાણે સમગ્ર ગુજરાત સર કરવાનો હોય એવું જણાતું હતું.!! *જો કે દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારી ખાસકરીને પેટ્રોલની ભડકે બળતી કિંમત પણ આ કાર્યકરોએ ધ્યાનમાં લીધી જ હશે..!!ગૃહિણીઓનાં ઘરનાં રસોડાનાં બજેટની પણ ચિંતા કરી હોય એ પણ સ્વાભાવિક છે.*સંમેલનમાં એક તરફ દ્રષ્ટિ કરતાં બહોળા પ્રમાણમાં મોટર સાયકલોનો ગંજ ખડકાયો હતો.લોકોનાં  મનમાં સામાન્યપણે એક પ્રશ્ર્ન તો અવશ્ય ઉઠે કે આ પેટ્રોલનો ભાવવધારો કોઈને પરેશાન તો નહીં કરતો  હોય’ને??આમ તો આ સત્કાર સમારંભમાં માનવમંદિરનાં ભક્તિરામ બાપુ, કુંડળપુર હનુમાનજીના બાપુ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા સમેત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.. જો કે આ સમારોહમાં પાર્ટીનાં કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે સાવરકુંડલા સહિત અન્ય વિસ્તારોમાંથી પણ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..સંન્માન સમારોહમાં ચા પાણી અને ભોજન વ્યવસ્થાનો પ્રબંધ કરેલ હતો.   આમ સાવરકુંડલા શહેરમાં આવતી વિધાનસભાની ચૂંટણીની જ પૂર્વ તૈયારી રૂપે હવે કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટેની પણ આ કવાયત હોય શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. સાવરકુંડલા શહેરમાં સ્થાનિક લેવલે રાજુભાઈ દોશી, પ્રવિણભાઈ સાવજ અને અન્ય કાર્યકરો ભારે જહેમત ઉઠાવતાં જોવા મળેલ..–

(બિપીન પાંધી દ્વારા) 

Follow Me:

Related Posts