ભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં સદ્ગુરૂનું એક અદ્વિતીય સ્થાન રહેલુંછે જ્ઞાનદાતા માનવને પરમાત્માનાં પંથ ઉપર અગ્રસર કરવાવાળા અને મોક્ષ પ્રદાન કરવાવાળા સદ્ગુરૂના ઋણમાંથી શિષ્ય મુક્ત થઈ શકતો નથી આવા સદ્ગુરૂનું પૂજન અર્ચન કરી સદ્ઉપદેશ પ્રાપ્ત કરવાનો પવિત્ર પર્વ અટલે ગુરૂપૂર્ણિમા પર્વ સૌરાષ્ટ્રની ધરાને શિવભક્તિ અને માનવસેવા જેવા ઉચ્ચ આદર્શો પ્રદાન કરવાવાળા અને ત્યાગ-વૈરાગ્યમય પવિત્ર સંન્યાસ જીવન જીવી બતાવનારા સંતવર્ય પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનું નામ આજે પણ સંત સમાજમાં ખૂબ આદરણીય ગણાયછે
ભાવનગર જિલ્લાના ટીંબી ગામે પૂજ્યશ્રી દ્વારા પ્રસ્થાપિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ પૂજ્યશ્રીની માનવસેવાની પવિત્ર ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપજ ગણી શકાયકે જ્યાં આવનાર પ્રત્યેક દર્દીનારાયણની તદ્દન વિનામૂલ્યે તમામ પ્રકારની આરોગ્ય સેવા કરવામાં આવેછે પૂજ્યશ્રીની સંતપરંપરામાં પ્રતિવર્ષ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ખૂબજ ભક્તિભાવપૂર્વક ભવ્યતાથી ઉજવવામાં આવેછે પૂજ્યશ્રીનાં સદ્શિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ તથા સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં સત્સંગી સેવક સમુદાય દ્વારા વિવિધ આશ્રમોમાં ઉજવાતા મહોત્સવનાં અનુક્રમે આવર્ષે આગામી તારીખ 03/07ને સોમવારનાં રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ તથા સ્વામી ભોલાનંદજી દ્વારા લિખિત ત્રણ પુસ્તકો પ્રભુપ્રાપ્તિનાં પંથે, સદ્વિચાર રત્નાકર અને મૌન મંથનનું ભવ્ય વિમોચન અને સાથોસાથ વિનામૂલ્યે ચાલતી ટીંબી હોસ્પિટલનાં લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન સાવરકુંડલા આશ્રમે કરવામાં આવેલછે
આમહોત્સવ સવારે નવ કલાકે ગુરૂજીની પ્રતિમાની પૂજનવિધિ થશે ત્યારબાદ 9:30 કલાકે સ્વામી સદાનંદજીનુ દિવ્ય પ્રવચન 10 કલાકે પુસ્તકોનું વિમોચન તથા સ્વામી ભોલાનંદજીનું ગુરૂભક્તિમય પ્રવચન થશે 11:45 કલાકે મહાનુભાવોના સન્માન અને પ્રસંગોચિત વક્તવ્યો થશે 12:30 કલાકે તમામ મહેમાનો તથા સર્વે ધર્મપ્રેમીજનોને ભાઈઓ બહેનો બાળકોને સમૂહ ભોજન મહાપ્રસાદ આપ્રસંગે સ્વામી નિર્દોષાનંદજી પ્રકાશન અને સેવા મંદિર સાવરકુંડલા દ્વારા પ્રકાશિત નવા પુસ્તકો, કેલેન્ડર, રૂંદ્રાક્ષમાળા તેમજ અન્ય સાહિત્ય સ્ટોલ પરથી ઉપલબ્ધ થઈ શકશે તંદુરસ્ત યુવા રક્તદાતા ભાઈઓ બહેનોને રકતદાન કરવા માટે પધારવા સહદય આમંત્રણ પાઠવવામાં આવેછે રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશેઆ સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ આશ્રમની યુટ્યુબ ચેનલ GuruSannidhya (ગુરુસાન્નિધ્ય) પર બતાવવામાં આવશે ધર્મ, સેવા અને ગુરૂભક્તિમય મહોત્સવમાં પધારવા માટે તમામ ધર્મપ્રેમી જનતા-જનાર્દનને ભાવભર્યું આમંત્રણછે મહોત્સવનું શુભ સ્થળ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ કથીરિયાની વાડીમાં કલ્યાણ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ સાવરકુંડલા જી.અમરેલી ખાતે યોજાશે જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહેશે.
સાવરકુંડલા મુકામે નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ તથા મહારક્તદાન કેમ્પનો ત્રિવિધ કાર્યક્રમ

Recent Comments