હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે શહેરના હનુમાન મંદિરોમાં પૂજા અર્ચના તથા હનુમાન ચાલીસા, બટુક ભોજન મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે સાવરકુંડલા મેઈન બજાર સ્થિત કુંડલપુર હનુમાનજી મંદિરે પણ સોળે શણગારે સજજ જોવામાં આવેલ. અહીં હનુમાનજીના દર્શનનો લ્હાવો ભક્તગણ લઈને ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતા . એમ હનુમાનજી મંદિરના મહંત પૂ કરશનગિરિબાપુની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સાવરકુંડલા મેઈન બજાર સ્થિત કુંડલપુર હનુમાનજી મંદિરે મંદિરની શોભા અનેરી

Recent Comments