ગુજરાત

સાવરકુંડલા યાર્ડમાં નવા અને જૂના કપાસની હરાજી થઇ, જૂના કપાસે નવા ને પાછળ છોડ્યુંજૂના કપાસનાં એક મણનાં ૧૫૪૬ રૂપિયા ભાવ, નવા કપાસનાં એક મણનાં ૧૪૭૦ રૂપિયા ભાવ

અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. પાક પરિપક્વ થતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં વાહન મારફતે લાવવામાં આવી રહ્યો છે. આજે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં ૧,૪૨૧ રૂપિયા ભાવ રહ્યો હતો અને કપાસનાં ૧૫૪૬ રૂપિયા ભાવ બોલાયા હતાં. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ ૧,૪૦૦ રૂપિયાથી લઇને ૧,૫૪૬ રૂપિયા બોલાયો હતો. જયારે નવા કપાસનો ભાવ ૧,૨૦૦ રૂપિયાથી લઇને ૧,૪૭૦ રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા યાર્ડમાં આજે ૪૩૧૫ મણ કપાસની આવક થઇ હતી. આજે સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ ૫૦૦ રૂપિયાથી લઇને ૫૩૧ રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ૫૧૧ રૂપિયાથી લઇને ૫૭૧ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે ૩૩૦ મણ ઘઉંની આવક થઈ હતી. યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ ૩,૧૫૦ રૂપિયાથી લઇને ૩,૪૩૦ રૂપિયા નોંધાયો હતો. યાર્ડની તલ કાળાનો ભાવ ૩,૨૦૦ રૂપિયાથી લઇને ૩,૪૨૫ રૂપિયા ભાવ બોલાયો હતો. આજે યાર્ડમાં ૨૧૦ મણ તલની આવકનો થઈ હતી.

Related Posts