સાવરકુંડલા રઘુવંશી અગ્રણી હિરેન સૂચકે અમરેલી રોડ પર વ્યવસાય કરતાં નાના મોટા વેપારીઓ વતી અમરેલી રોડ વિસ્તારના એરિયામાં રોડ રસ્તા પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી
સાવરકુંડલા શહેરના અમરેલી રોડ પર આવેલ એરિયામાં રોડ , રસ્તા , ને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને અમરેલી રોડ વિસ્તારના નાના મોટા વેપારીઓ વતી હિરેન સૂચક દ્વારા રજૂઆત કરવામાં આવેલ. આ સંદર્ભે આ વિસ્તારના રહીશો વતી હિરેન સૂચક દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કે આ વિસ્તારમાં અંદાજિત ૩૫ થી ૪૦ નાના મોટા કાંટા ઉદ્યોગના કારખાના તેમજ અંદાજે ૧૦૦ થી ૧૨૫ જેટલી દુકાનો આવેલ છે , આ વિસ્તારના રહીશો દ્વારા વાર્ષિક અંદાજિત ૨૫ લાખ થી ૩૦ લાખ જેટલો હાઉસ ટેક્સ તેમજ અન્ય લોકલ ટેક્સ ભરતા રહીશો છે, પરંતુ આ વિસ્તાર વિકાસથી એકદમ વંચિત છે એમ પણ કહી શકાય , આ વિસ્તારમાં આવતા ઇન્ટરનલ રોડ રસ્તા , પીવાના પાણી ગટર વ્યવસ્થા , તેમજ સ્ટ્રીટ લાઈટ કે પીવાલાયક પાણીની કોઈપણ વ્યવસ્થા છે જ નહિ ,તો આ બાબતે ઉપરોક્ત કામો વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી સાથે અમરેલી રોડ વ્યવસાય કરતા તમામ નાના મોટા વેપારી વતી હિરેન સૂચક, સાવરકુંડલા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી.
Recent Comments