અમરેલી

સાવરકુંડલા રઘુવંશી સમાજ પણ ઈચ્છે કે જલારામ જયંતિની સરકારી રજા જાહેર કરવામાં આવે

 સમગ્ર વિશ્ર્વમાં એક માત્ર એવું મંદિર છે આ ગુજરાતનાં વીરપુર ગામે જલારામ મંદિરે છેલ્લા બે દસકાથી વધુ સમયથી દાન બક્ષીસ કે કોઈ પણ પ્રકારની ભેટ સ્વીકારવામાં આવતી નથી અને ભોજલરામનાં શિષ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે વીરપુર જલારામ મંદિરે તો મોટાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે ભજન અને ભોજન જ્યાં ખૂબ પ્રેમથી પીરસાય છે.ભક્તિભાવની આ સંવેદના સમગ્ર વિશ્ર્વમાં જ્યાં જ્યાં જલારામ બાપાનાં મંદિર આવેલાં છે તે સઘળાં સ્થાને જલારામ બાપાની જન્મ જયંતિ અર્થાત્ જલારામ જયંતિ ભારે શ્રધ્ધા અને ભાવથી ઉજવાય છે. ગુજરાતમાં તો એનો ખાસ અનેરો મહિમા જોવા મળે છે. લગભગ મોટાભાગના જલારામ ભક્તો આ દિવસે ખૂબ જ હોંશે હોંશે જલારામ બાપાનું પૂજન અર્ચન, ભજન કિર્તન અને બાપાની જન્મ જયંતિ ભવ્યાતિભવ્ય રીતે શોભાયાત્રા કાઢીને પણ ઉજવતાં જોવા મળે છે. જોકે આ કોરોના કાળમાં કોવિડ ગાઇડલાઇનનાં નિયમો મુજબ જલારામ જયંતિની ઉજવણી થશે. પરંતુ સામાન્ય રીતે આ જલારામ જયંતિને દિવસે જાહેર રજા હોવી જોઈએ એવો સમગ્ર રઘુવંશી સમાજ તથા જલારામ ભક્તોનો મત જોવા મળે છે. હાલની સંવેદનશીલ સરકાર જલારામ જયંતિની રજા જાહેર કરે તેવો મત પ્રબળ થતો જોવા મળે છે.   આ સંદર્ભે સાવરકુંડલા રઘુવંશી સમાજ પણ આ સંદર્ભે સરકારી જાહેર રજા થાય તેવું ઈચ્છે છે . આમ તંત્ર દ્વારા જો આ રચનાત્મક અભિગમને ધ્યાને લઈને જલારામ જયંતિ નિમિત્તે જાહેર  રજા ઘોષિત કરવામાં આવે તેવો સમગ્ર રઘુવંશી સમાજ આગ્રહ રાખે છે. 

Follow Me:

Related Posts