સાવરકુંડલા લોહાણા સમાજ દ્વારા પરમ શ્રધ્ધેય સંત શિરોમણી પૂ. જલારામ બાપા વિશે કલોલના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી સંદર્ભે વાયરલ થયેલ એક વિડિયો સંદર્ભે લોહાણા સમાજ તથા જલારામ બાપા પ્રત્યે આસ્થા રાખનાર ભાવિકોની લાગણી દુભાય છે અને આ સંદર્ભ સાવરકુંડલા રઘુવંશી સમાજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે લોહાણા મહાજન વાડી સાવરકુંડલા ખાતે લગભગ દોઢ વાગ્યાના સુમારે એકઠા થઈને લોકશાહી ઢબે મામલતદાર કચેરીએ મામલતદાર સમક્ષ આવેદન પત્ર આપવા રવાના થયા હતાં.
આ સંદર્ભે ખૂબ જ ટૂંકા સમયમાં રઘુવંશીઓને ઉપસ્થિત રહેવાનો સંદેશો પાઠવવામાં આવેલ. તેમ છતાં આ સંદર્ભ વિશાળ સંખ્યામાં રઘુવંશી પોતાના રોજીંદા કામો પડતાં મૂકીને અહીં મામલતદાર કચેરીએ એકઠા થયા હતા. આ સંદર્ભે સાવરકુંડલા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, મંત્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયભાઈ વસાણી, પ્રણવ વસાણી, મહેશભાઈ મશરૂ, હિતેશ સરૈયા, ઘનશ્યામભાઇ મશરૂ, હેમાંગભાઈ ગઢીયા, રાજુભાઈ શિંગાળા, પત્રકાર બિપીનભાઈ પાંધી, સમેત લોહાણા મહાજનના સભ્યો સાથે તથા લોહાણા સમાજના જલારામ ભક્તોએ વિશાળ સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે એકઠાં થઈને મામલતદાર સમક્ષ આવેદનત્ર પાઠવતાં જોવા મળ્યા હતાં. કલોલના ધારાસભ્યશ્રીની પ. પૂ. જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણી સંદર્ભે રઘુવંશીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ તકે લોહાણા સમાજ વતી મહેશભાઈ મશરૂ, જગદીશભાઈ માધવાણી અને રાજુભાઈ નાગ્રેચા તથા હેમાંગભાઈ ગઢીયા દ્વારા કલોલના ધારાસભ્ય ફતેહસિંહ દ્વારા જલારામ બાપા વિશે એક જાહેર સમારંભોમાં કરવામાં આવેલ ટિપ્પણીનો વાયરલ થયેલ વિડિયાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને જ્યાં સુધી આ ધારાસભ્ય વીરપુર આવીને બાપાના ચરણોમાં માફી ન માંગે ત્યાં સુધી વિવિધ પ્રકારના લોકશાહી ઢબે વિરોધ દર્શાવતાં કાર્યક્રમો પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું . આ સંદર્ભે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહસચિવને પણ આ આવેદનપત્રની નકલ જાણ સાથે રજૂ કરી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવેલ છે. આમ ગણીએ તો પ. પૂ. જલારામ બાપા એ રઘુવંશી સમાજના પરમ શ્રધ્ધેય છે. અને કલોલના ધારાસભ્ય ફતેહસિંહ વખતસિંહ ચૌહણે પૂ. જલારામ બાપા સંદર્ભે કરેલી ટિપ્પણીથી રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાય છે.
Recent Comments