કબડ્ડી, બરછી ફેક, ગોળા ફેક, 100 મીટર દોડ વગેરે એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં પ્રથમક્રમ મેળવ્યા.સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી.મોદી હાઈસ્કૂલના રમતવીરો એ ભવ્ય સફળતાઓ મેળવી હતી તાજેતરમાં રમત ગમત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કે.કે.હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયેલ જુદી જુદી રમતોમાં જે.વી.મોદી હાઈસ્કૂલના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો જેમાં કબડી સ્પર્ધામાં શાળાની ટીમ ફાઈનલ સુધી પહોંચેલ તેમજ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં 14થી 17 વર્ષ સુધીના વિભાગમાં બરછી ફેકમાં ચૌહાણ પૃથ્વી કમલેશભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ 17 વર્ષથી ઉપરના વિભાગમાં બરછી ફેકમાં વાઘ કાનો મુન્નાભાઈ પ્રથમ નંબર, ગોળાફેક સ્પર્ધામાં કુડેચા મનીષ કેસુભાઈએ પ્રથમ નંબર, 100 મીટર દોડમાં 14થી 17વષૅના વિભાગમા ચૌહાણ નયન વિપુલભાઈ દ્વિતીય નંબર, ઉંચૌહાણ રહેમાન પણ 100 મીટર દોડમાં 17 વર્ષથી ઉપરના વિભાગમાં દ્વિતીય નંબર, 400 મીટર દોડમાં ચારોલા હરપાલ વિનુભાઈએ દ્વિતીય નંબર, હથોડા ફેંક સ્પર્ધામાં ગોહિલ અમન ભરતભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના વ્યાયામ શિક્ષક ગૌરાંગભાઈ જોશીએ માર્ગદર્શન આપી તૈયાર કરેલ આતકે નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય આશિષભાઈ જોશી, નૂતન કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટીઓ તથા સમગ્ર ટ્રસ્ટી ગણે વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉત્તરોત્તર પ્રગતિ કરો અને શાળા તથા તમારું નામ રોશન કરો તેવા આશીર્વાદ આપેલ.
સાવરકુંડલા રમત ગમત સપ્તાહમાં જે.વી.મોદી હાઈસ્કૂલના રમતવીરો પ્રથમ ક્રમે વિજેતા થયા.

Recent Comments