અમરેલી

સાવરકુંડલા રાઉન્ડમાં લીખાળા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક થી વન્યપ્રાણી નીલગાય નું મૃત્યુ થતાં વાડી માલિક પાસેથી વન વિભાગ દ્વારા રૂા. ૭૦,૦૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યો…

ગીર પૂર્વ વન વિભાગ ધારી ના ડી.સી.એફ. રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક   શૈલેષ ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જ ના સાવરકુંડલા રાઉન્ડ માં આવેલ લીખાળા રેવન્યુમાં પોતાની વાડીમાં ગેર ધોરણે ઝટકા મશીન માં ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરી વન્યપ્રાણી નિલગાય જીવ-૧ નું મૃત્યુ નિપજાવતા જયંતિભાઇ ગોરધનભાઇ, રહે. લીખાળા, તા.સાવરકુંડલા વાળા આરોપીને યાસીનભાઈ જુણેજા (ફોરેસ્ટર), પ્રદિપસિંહ ચાવડા (ફોરેસ્ટર), જે.વી.ડોડીયા (ફોરેસ્ટર) એ પકડી પાડી વન્યપ્રાણી અધિનિયમ-૧૯૭૨ હેઠળની કલમ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા એડવાન્સ રીકવરી પેટે રૂા.૭૦૦૦૦/- (રૂ।. સીતેર હજાર) દંડ વસુલ કરવામાં આવ્યો હતો….

Related Posts