સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાવરકુંડલા તાલુકા માં સેવા સપ્તાહ ની શરૂઆત કરવામાં આવી હતી. સેવા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદી કાંઠે રિધ્ધી સિધ્ધી ચોક ખાતે આવેલ ભારતીય બંધારણ ના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ આસપાસ ની જગ્યા ની સફાઈ કરવામાં આવી હતી. સાવરકુંડલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય જનતા બાગ ખાતે દરરોજ વહેલી સવારે ચાલી રહેલા પ્રભાત શાખા ના સ્વયંસેવકો બાબા સાહેબ ની મૂર્તિ ને સાફ કર્યા બાદ ફુલહાર કરવામા આવ્યા હતા. સમગ્ર સમાજ ના નાગરીકો એ પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈ ને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત બંધારણ ના ઘડવૈયા ની મૂર્તિ ની સફાઈ કરી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા.

Recent Comments