અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ૭ માર્ચના એક ભાર વાહક રિક્ષાની હરાજી થશે

રસ ધરાવતા ઇજારદારોએ ડીપોઝીટ બહારની રહેશે

નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ૦૭/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકે એક ભારવાહક રીક્ષાની જાહેર હરાજી રાખવામા આવેલ છે. આ હરાજીમાં રસ ધરાવતા ઇજારદારોએ હરાજીના સમય પહેલા રૂ. ૫૦૦૦/- રોકડ ડીપોઝીટ ભર્યાથી હરાજીમા ભાગ લઇ શકશે. હરાજીની શરતો તથા હરાજી કરાવાના વાહન (ભાર વાહક રીક્ષા-૦૧) સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જોઇ શકાશે વધુ વિગત માટે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ફોન નંબર ૯૪૦૮૯ ૬૩૪૮૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. હરાજી મંજુર કરવી કે નહિ તેનો અબાધિત અધિકાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાનો રહેશે

Related Posts