સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરીયાણા ગામેથી ગેરકાયદેસર માદક પદાર્થ વનસ્પતિજન્ય ભેજ યુક્ત સુકો-લીલો ગાંજો વજન ૪ કિલો ૪૨૦ ગ્રામનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા. ૪૯,૨૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંઘાને શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.ડી.ચૌધરી તથા એસ.જી.ઓ.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેરીયાણા ગામના ખેડુત ધીરુભાઈ ભવાનભાઈ બોદર પોતાની વાડી ખેતરમાં આવેલ ઓરડીમાં કોઇપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર માદક પદાર્થ લીલો તથા સુકો ગાંજાના છોડનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
→ પકડાયેલ આરોપી:-
ધીરુભાઈ ભવાનભાઈ બોદર, ઉ.વ.૬૦, ધંધો-ખેતી, રહે. મેરીયાણા ગામ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
→ પકડાયેલ મુદ્દામાલ :-
મજકુર ઈસમનાં કબ્જા ભોગવટાની વાડી ખેતરની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ સુકો ભેજયુક્ત વનસ્પતીજન્ય ગાંજાના મોટા છોડ નંગ ૧૪ તથા નાના છોડ નંગ – ૨૭ મળી જે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થાનું કુલ વજન-૪ કિલો ૪૨૦ ગ્રામ જેની કિ.રૂા.૪૪,૨૦૦/- તથા એક એન્ડ્રોઈડ
મોબાઇલ ફોન ની કિ.રૂા.પ૦૦૦/- મળી કુલ કિ.રૂા.૪૯,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને મજકુર ઈસમને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમનાં અના.એ.એસ.આઈ. યુવરાજસિંહ સરવૈયા તથા હેક કોન્સ. મનિષદાન લાંગાવદરા તથા સુરેશભાઈ મેર તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ તથા સ્વાગતભાઈ કુવારીયા તથા મહેશભાઈ રાઠોડ તથા ડ્રા.પો.હેડ કોન્સ.નિરજભાઈ વાઘેલા તથા ક્રિપાલસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments